Cyclone Mocha: વાવાઝોડું મોચામાં બે રાજ્યો પર ખતરો,જાણો ક્યાં બે રાજ્યમાં ખતરો

Cyclone Mocha: હાલ ઉનાળાની સિઝન ચાલે છે તો પણ નવા વાવાઝોડાનો ખતરો દેખાઈ રહ્યો છે ત્યારે IMDના મહાનિર્દેશકે જણાવ્યું છે કે આગામી 9 મેની આસપાસ મોચા નામનું વાવાઝોડું તોફાન આવવાના સંકેતો આપવામાં આવ્યા છે. પણ તેમની ઝડપ અને તીવ્રતા 7 મેના રોજ નીચા દબાણવાળા વિસ્તારમાં તેમની રચના પછી નક્કી કરીવા આવશે કે કેટલી ઝડપ આ વાવાઝોડાની હશે.

જાણો ક્યાથી ઉદભવશે મોચા વાવાઝોડું

Cyclone Mocha: વાવાઝોડું મોચામાં બે રાજ્યો પર ખતરો, હાલમાં આપણાં દેશના મોટાભાગના રાજ્યોમાં વરસાદ ચાલુ છે અને આ વખતે મે મહિનાની શરૂઆતમાં જ વરસાદી વાતાવરણ સાથે થઈ છે. એવામાં આપણાં દેશના હવામાન વિભાગએ જણાવ્યુ છે કે બંગાળની ખાડીમાં વાવાઝોડાના સંકેતો મળ્યા છે. તમને જણાવી દઈએ કે ભારતીય હવામાન વિભાગના મહાનિર્દેશક શ્રી મૃત્યુંજય મહાપાત્રાએ પણ આ અંગે પ્રેસ કોન્ફરન્સ દરમ્યાન હવામાન પ્રણાલી મુજબ 8 મેના રોજ નીચા દબાણવાળા વિસ્તારમાં ઉદભવ થવાની અને 9 મેના રોજ વાવાઝોડામાં ફેરવાય તેવી સંભાવના દર્શાવવામાં આવી છે. આ સાથે જ પ્રેસ કોન્ફરન્સમાં તેમના દ્વારા કહેવામા આવ્યું હતું કે વાવાઝોડું મધ્ય બંગાળની ખાડી તરફ આગળ વધવાની શક્યતા રહેલી છે.

આ પણ જુઓ: Best tourist Places in gujarat:ગુજરાતમાં ફરવા લાયક છે આ બેસ્ટ જગ્યાઓ, તમે પણ લો એકવાર મુલાકાત

કોને સાવચેત રહેવા જણાવ્યું છે?

Cyclone Mocha: આ વિશે આગળ તેમણે જણાવ્યૂ હતું કે વાવાઝોડું વિષે માહિતી આપવાનો હેતુ માછીમારો અને બોટ શિપિંગમાં જોડાયેલા લોકોને ચેતવણી આપવાનો છે. જો કે લોકોએ ગભરાવાની જરૂર નથી. મે અને જૂન મહિનાને ઉનાળાનું વાવાઝોડા માટે ના મહિના ગણવામાં આવે છે, જ્યારે સપ્ટેમ્બર, ઓક્ટોબર અને નવેમ્બર ચોમાસાના વાવાઝોડાના મહિનાઓ છે. ઓડિશાના વિશેષ રાહત કમિશનર સત્યવ્રત સાહુએ પણ બુધવારે જણાવ્યું હતું કે રાજ્ય સરકારે હવામાનની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને 18 જેટલા દરિયાકાંઠાના અને નજીકના જિલ્લાઓના જિલ્લા અધિકારીઓ અને 11 જેટલા વિભાગોના અધિકારીઓને પહેલેથી જ ચેતવણી આપી રાહતની કામગીરી માટે સૂચના અપાઈ છે.

અગત્યની લીંક

ભારતીય હવામાન વિભાગની ટ્વિટર ચેનલઅહિં ક્લીક કરો
ભારતીય વેધર ચેનલઅહિં ક્લીક કરો

નવા આવી રહેલા વાવાઝોડાનું નામ શું છે?

Cyclone Mocha

Leave a Comment