How to get police job: જીવનમાં આગળ વધવા અને કંઇક કરી બતાવવા માટે ખૂબ જ મહેનત કરવી પડતી હોય છે. તમારું સપનું જેટલું મોટું હશે ને તેને સાકાર કરવા માટે એટલી જ વધારે મહેનત કરવી પડશે. તેમાં ઘણા યુવાનોનું સપનું હોય છે પોલીસ કોન્સટેબલ બનવાનું. પણ પોલીસ કોન્સ્ટેબલ બનવા માટે પણ ખૂબ જ મહેનત કરવી પડે છે. પોલીસ વિભાગમાં આ પ્રાથમિક પોસ્ટ છે. પોલીસ સ્ટેશનમાં સિનિયર કોન્સ્ટેબલ, ત્યારબાદ આસિસ્ટન્ટ સબ-ઇન્સ્પેક્ટર અને સબ-ઇન્સ્પેક્ટર આવે છે.
શૈક્ષણિક લાયકાત
How to get police job: માટેપોલીસ કોન્સ્ટેબલ બનવા માંગતા ઉમેદવારોએ કોઇ પણ માન્યતા પ્રાપ્ત બોર્ડમાંથી ધોરણ 12મું પાસ કરેલું હોવું જરૂરી જ છે. આ પરીક્ષા માટે 12માં ધોરણમાં માર્ક્સની કોઇ મિનિમમ મર્યાદા રાખવામાં આવી નથી.
આ પણ જુઓ Bank of baroda Job 2023:બેંક ઓફ બરોડામાં 157 પોસ્ટ પર ભરતી
અન્ય લાયકાત
પુરુષ ઉમેદવારની ઉંચાઈ 168 સેમી અને મહિલા ઉમેદવારની ઉંચાઈ 160 સે.મી. હોવી જરૂરી છે. તમારું વજન લંબાઈના પ્રમાણમાં હોવું જોઈએ. તમને શુગર અને હૃદય રોગ અથવા બીજી કોઈ ગંભીર બીમારી ના હોવી જોઈએ. આ સિવાય પરિણીત ઉમેદવારોને બે અથવા તેથી વધુ બાળકો હોવા જોઈએ નહિ.
3 સ્ટેપ ક્લિયર કર્યા પછી કરવામાં આવે છે પસંદગી
How to get police job:ખૂબ જ મહેનત અને ટ્રેનીંગ બાદ મળે છે પોલીસની નોકરી, ત્યારે પોલીસ કોન્સ્ટેબલની ભરતી પ્રક્રિયા માટે તમારે ત્રણ સ્ટેપ ક્લિયર કરવા પડશે. સૌથી પહેલા તો શારીરિક પરીક્ષા ત્યાર બાદ લેખિત પરીક્ષા અને છેલ્લે મેડિકલ તપાસ કરાવવી જરૂરી છે.
આ પણ જુઓ:Tat exam syllabus: શિક્ષક અભિરુચિ કસોટી (TAT) પરીક્ષાનો સીલેબસ,હવે શિક્ષક બનવા આપવી પડશે 2 પરીક્ષા
ફિઝીકલ એક્ઝામ
શારીરિક પરીક્ષામાં ઉમેદવારોને દોડ કરાવવામાં આવે છે. દોડ પરીક્ષામા પાસ થયા બાદ ઉમેદવારોની લંબાઇ અને છાતીની પહોળાઇ માપવામાં આવે છે. મેડિકલ ચેકઅપમાં ઉમેદવારોના સ્વાસ્થ્ય અને શરીરના બધા અંગોનું ચેકઅપ કરવામાં આવે છે. આ સ્ટેપ્સ ક્લિયર કર્યા બાદ જ ઉમેદવારોને શારીરિક કસોટીમાં પાસ જાહેર કરવામાં આવે છે. અને પાસ થયેલ ઉમેદવારોને લેખિત પરીક્ષા માટે બોલાવવામાં આવે છે.અને છેલ્લે…
ડોક્યુમેન્ટ વેરીફિકેશન
બંને તબક્કાની પરીક્ષા પાસ કરનાર ઉમેદવારોને ત્રીજા રાઉન્ડ માટે બોલાવવામાં આવે છે. જેમાં અધિકારીઓ દ્વારા તમામ ઓરીજનલ સર્ટિફીકેટ્સની ચકાસણી કરવામાં આવે છે. જો તમામ દસ્તાવેજો યોગ્ય જણાય તો જ ઉમેદવારને લાયક જાહેર કરવામાં આવે છે. અને પોલીસ માટે તમે યોગ્ય પોસ્ટ આપવામાં આવે છે.
Whatsapp Group માં જોડાવા | અહિં ક્લીક કરો |
હોમ પેજ | અહિં ક્લીક કરો |

પોલીસ કોન્સટેબલની ભરતીમાં શૈક્ષણિક લાયકાત કેટલી જોઇએ?
12 પાસ